Latest News
30-09-2023
સહર્ષ જણાવવાનું કે ...ધો 9 થી 12 ના વિદ્યાર્થીઓ માટે ગરબા મહોત્સવનું આયોજન તેમજ ગરબા-ઈનામ વિતરણ કરેલ તેના સંભારણા .....
20-02-2023
નમસ્કાર શ્રી વનિતા વિશ્રામ પરિવારજનો....તા.20-2-2023 ને સોમવારના રોજ આપની શાળામાં ધોરણ 10 નો શુભેચ્છા સમારંભ અને ધોરણ-12 નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો. જેમાં બાળકોને આર્શીવચન આપવા GCS હોસ્પિટલ ના ડિન શ્રી ડો.યોગેન્દ્રભાઈ મોદી સાહેબ.અમદાવાદનાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિતભાઈ ચૌધરી સાહેબ તથા સમગ્ર વનિતા વિશ્રામ ટ્રસ્ટી મંડળ તથા પ્રાથમિક-માધ્યમિક વિભાગનો સમગ્ર પરિવાર હાજર રહી બાળકોને શુભ આશિષ આપ્યા હતા. તે કાર્યક્રમની ઝલક.... પ્રમુખશ્રી લવલેશભાઈ મેહતા...
05-01-2023
સહર્ષ જણાવવાનું કે શાળા દ્વારા નડાબેટ,મોઢેરા સૂર્યમંદિર ખાતે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓએ ભારત - પાકિસ્તાનની બોર્ડર નડાબેટ જીરો પોઈન્ટ ,નડાબેટ મ્યુઝિયમ,સૈનિકોની પરેડ તથા કચ્છ સફેદ રણ અને સૂર્યમંદિર ની મુલાકાત લીધી જેને યાદગાર પળો.....
19-10-2022
સુજ્ઞ વનિતા વિશ્રામ પરિવારજનો નમસ્કાર આજરોજ આપણી શાળાના માધ્યમિક વિભાગના આચાર્યશ્રી કલ્પનાબેન આર પટેલને ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ આચાર્ય પરિતોષિક 2022 મળ્યાના સંદર્ભમાં વનિતા વિશ્રામ ટ્રસ્ટ દ્વારા સન્માન સમારંભ રાખવામા આવ્યો હતો તે કાર્યક્રમની ઝલક......પ્રમુખ લવલેશભાઈ મહેતા
04-10-2022
નમસ્કાર વનિતા વિશ્રામ પરિવાર ....મિરઝાપુર કોર્ટના વકીલ નિશા રાવલ દ્વ્રારા બાળકોને POSCO એક્ટ અંગેની જાણકારી આપવામાં આવી તેમજ Good Touch Bad Touch અંગેની સમજ તથા સંરક્ષણ અંગેના કાયદા અંગેની સમજ આપતો કાર્યક્રમ યોજેલ તેની ક્ષણો ...
05-09-2022
ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં ધો : 9,10,11,12 ના બાળકો શિક્ષક બન્યા અને ઉત્સાહભેર ભાગ લીધો જેમાં ઈનામ વિતરણ પણ કરવામાં આવેલું .
27-07-2022
નમસ્કાર... 'હર ઘર તિરંગા' કાર્યક્રમ અન્વયે તા.27-7-2022 થી 15-08-2022 દરમ્યાન અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ.જેમાં નિબંધ સ્પર્ધા,ક્વિઝ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા , રંગોળી સ્પર્ધા, દેશ ભક્તિગીત સ્પર્ધા, રાષ્ટ્રીય પ્રતિકોની ઓળખ પ્રવૃતિઓ , નાટક ,વાલી મીટિંગ , પ્રભાત ફેરી વગેરે....
28-02-2022
વિશ્વ વિજ્ઞાન દિવસે શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિવિધ વિજ્ઞાનની પ્રતિકૃતિ,નમૂના,ચાર્ટ બનાવીને યોજવામાં આવ્યો. ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સિદ્ધાંતની રજૂઆત કરવામાં આવી.
06-02-2022
તમામ સ્નેહી શ્રી ઓ તથા સારસ્વત ભાઈ-બહેનો, સવિનય સહ જણાવવાનું કે વિજ્ઞાન મેળા ના ઇન્સ્પાયર એવોર્ડ માનાંક માં આપણી શાળાની કૃતિ અમદાવાદ જિલ્લામાં પસંદગી પામી હતી.તે માટે આપણી શાળાના ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટી શ્રી ભૂષણભાઈ ભટ્ટ સાહેબ શાળામાં પધારી વિદ્યાર્થીને શાલ ઓઢાડી તથા શૈક્ષણિક કીટ આપી તેનું સન્માન કર્યું હતું તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર... ભવિષ્યમાં પણ આવી જ પ્રગતિ કરતા રહીએ તેવી અભ્યર્થના...
05-02-2022
સમગ્ર વનિતા વિશ્રામ પરિવાર... ધી નેશનલ ઇન્ડિયન એસોસિએશન દ્વારા ધોરણ-10 અને 12ના તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનોને અપેક્ષિતો નું વિતરણ કરવામાં આવ્યું.. ધોરણ10ના 180 વિદ્યાર્થીઓ અને ધોરણ 12ના 116 વિદ્યાર્થીઓને મુખ્ય ચાર વિષય ની અપેક્ષિતો પૂરી પાડવામાં આવી.. તે બદલ વનિતા વિશ્રામ પરિવાર ધન્યતા અને ગૌરવની લાગણી અનુભવે છે વનિતા વિશ્રામ પરિવાર વતી ઘી નેશનલ ઇન્ડિયન અસોસિએશન નો ખુબ ખુબ આભાર...
04-02-2022
નમસ્કાર...ધોરણ 9 તથા 11 ના વિદ્યાર્થીઓ દ્વારા G-20 સમીટ અંગે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક દેશના પ્રતિનિધિઓ બનાવવામાં આવ્યા હતા.
03-01-2022
સહર્ષ જણાવવાનું કે સરકારની નીતિ અન્વયે ૧૫ થી ૧૮ વર્ષની વય જૂથના બાળકોના રસીકરણ કાર્યક્રમ અંતર્ગત પૂર્વ કોર્પોરેટર શ્રી મયુરભાઈ દવે અને કોર્પોરેટર શ્રી પંકજભાઈ ની ઉપસ્થિતિમાં વનિતા વિશ્રામ હાઈસ્કૂલમાં રસીકરણ કાર્યક્રમ ની ઝલક
22-12-2021
તા. 22-12-2021 ના રોજ આપણી શાળાના મકાનમાં સ્નેહમિલન નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માનનીય ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ તથા શાળા પરિવારના તમામ સભ્યો હાજર રહ્યા હતા. બધાએ આનદભેર અને ઉત્સાહભેર ભાગ લીધો હતો. તેની કેટલીક યાદગાર તસ્વીરો. - વનિતા વિશ્રામ પરિવાર વતી, પ્રમુખશ્રી લવલેશભાઈ મહેતા